અમને સૈનિકોને.. November 13, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentઅમને, યુધ્ધમાં મરેલા સૈનિકોને
ચાંદ કે ઇલ્કાબ આપશો નહિ.
રાષ્ટ્રભાવનાનાં ગીતો ગાજો
પણ રાષ્ટ્રધ્વજો ફરકાવશો નહિ
પરેડ કરાવશો નહિ
બંદુકો ફોડશો નહિ
અને અમે જે લોહિ રેડ્યાં છે
અને શહીદી વહોરી છે
તેને તમે સૌ યોગ્ય બનજો
અને દેશને સદા વફાદાર રહેજો
સ્વાતંત્ર્યદેવી!
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentહે! સ્વતંત્રતાની દેવી!
તમારા પગ પાસે બેસીંને
અમે પ્રાર્થના કરીયે છીયે કે
અમારો દેશ મહાન બને;
કેવળ સંપત્તિમાંજ નહિ
પણ સમાનતામાં,
સ્વતંત્રતામાં અને ભાતૃભાવમાં,
બુધ્ધિમાં અને હ્રદયમાં,
સંસ્કારમાં અને સંસ્કૃતિમાં
ભેદભાવ વિહીન અને વર્ગ વિહીન
ચાલો આપણે સૌ ભેગા મળીને
અજ્ઞાન અને હિઁસાને,
અસ્તેય અને અસ્ત્યને,
ગુનાખોરી અને માદક પદાર્થોને
ધીક્કારીયે અને દૂર કરીયે
અને પ્રભુને પ્રાર્થના કરીયે કે
હે! પ્રભુ! તમે અમને સૌને
તંદુરસ્તી અને સુખાકારી,
પ્રેમ અને શાંતિ અર્પો.
આનંદ
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentઆનંદ!
શેનો આનંદ!
કેવો આનંદ!
આનંદ બજારમાં વેચતો મળતો નથી.
ક્યાં શોધવો?
જેમ નાટક કે કથા વાર્તામાંથી આપણે આનંદ મેળવીયે છીયે તેમ આપણા કામ-ધંધામાંથી,વાંચનમાંથી તેમજ્
આપણી આસપાસ નાં વાતાવરણમાંથીઅને દુ:ખમાંથી પણ આનંદ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ
આનંદ મેળવવાનો એક ઉપાય એ છે કે દરેક બાબતોને હળવી લેવી,
હળવાશ થી લેવી,
ગંભીરતાથી ના લેવી.
બીજો ઉપાય એ છે કે હસવાની ટેવ પાડવી. હસવાથી વાતાવરણમાં રહેલી ગંભીરતા ઘટે છે અને આનંદ વધે છે.