મોજાંની જેમ જીવનને ગુંથવું પડે છે October 27, 2010
Posted by dhirushah in : કાવ્ય્ , trackback
જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો
Comments»
no comments yet - be the first?