દરેક કર્મ ફળ આપે છે May 23, 2013
Posted by vijayshah in : વાર્તા , 1 comment so farનાનું કે મોટું કોઇ પણ કર્મ નકામું જતુ નથી. તે તેનુ ફળ આપેજ છે.
હિમાચલ પ્રદેશમં એક વખત ખૂબ ઠંડી, વર્સાદ અને બરફ પડવા માંડ્યો. પક્ષીઓએ પોતપોતાના માળામાં જતાં રહ્યાં પરંતુ કેટલીક નાની ચકલીઓ અને કેટલાંક કબૂતરો ફસાઇ ગયા. એ બધાં એક મકાનનાં છાપરા તળે સંતાવા લાગ્યાં, પણ ઠંડી વધવા લાગી. જીવતાં રહેવાશે કે કેમ, તેની સૌને ચિંતા થવા માંડી. નાની નાની ચકલીઓ ગભરાઇ ગઇ અને સહન ના થયુ તેથી તેમણે મોટા કબૂતરોને આજીજી કરીકે તમે દરેક જણ અમને તમારી પાંખોમાં લઇ લો. અમે શરીરે નાના છીયે એટલે અમારો જીવ જોખમમાં છે.તમે શરીરે મોટા છો તેથી તમને વાંધો નહીં આવે. અમે તમારો જીવનભર આભાર માનીશું.
શરુઆતમાં તો કબૂતરોએ આનાકાની કરવા માંડી અને કહેવા લાગ્યા કે જ્યાં અમે જ મરવા પડ્યા છીયે ત્યાં તમને ક્યાંથી સાચવીયે? પરંતુ કેટલાક દયાળુ કબૂતરોએ હા પાડી અને તે દરેકે એક એક ચકલી ને પોતાની પાંખમાં દબાવી દીધી. પણ જેમ જેમ સાંજ પડવા લાગી તેમ ઠંડી વધવા માંડી. દરેક્ને જીવન મરણ નો સવાલ સતાવવા લાગ્યો. આ તકનો લાભ લઇ ને જે કબૂતરોએ ચકલીઓને સહાય કરી ન હતી, તે કબૂતરો બીજા કબૂતરોને કહેવા લાગ્યા
” તમારું તો ઠેકાણું નથી અને ઇજાને બચાવવા નીકળ્યા છો? કેવા મુર્ખ છો? ”
આ સાંભળી પેલાં કબૂતરો તેમને કહેવા લાગ્યાં ” ભાઇ!તે જીવ બહુ નાના છે અને ઠંડી વધતી જાય છે. જો આપણે તેમને મદદ ના કરીયે તો મરી જાય. આપણે જીવીએ ત્યાં સુધી મોટા જીવ તરીકે આપણી ફરજ છે.”
સાંજ પડતા તે ઘરનો માલિક તેમજ ખેડુત અને તેનો દીકરોઘરમાં આવ્યા . દાખલ થતાં જ ઠંડી થી ઠરી ગયેલા એક કબૂતરને નીચે પડતાં જોયું. તેને તના પિતાને બૂમ પાડી ને કહ્યું; “પપ્પા! પપ્પા! ઠંડી થી ઠરી ગયેલું એક કબૂતર નીચે પડ્યું છે.”
જ્યારે તેના પિતાએ તે કબૂતરને નીચે થી ઉપાડ્યું તો તેણે તેની પાંખમાં નાની ચકલીને જોઇ. એટલે ખેડૂતે તેમને ગરમી મળે તે માટે ઓરડામાં તાપણું કર્યુ. ઓરડો ગરમ થતાં કબૂતરો એક પછી એક નીચે આવવા લાગ્યાં. અને તે દએક કબૂતરોની પાંખમાંથી એક એક ચકલી બહાર આવવા લાગી.
જે જે કબૂતરોની પાંખમાં એક એક ચકલી હતી તે બધાં કબૂતરો જીવતાં રહ્યાં હતાં અને જે જે કબૂતરો મરી ગયાં હતાં તેમની પાંખમાં એકે ચકલી ન હતી. આ જોઇને ખેડુત તથા તેના દીકરાને ખૂબજ આશ્ચર્ય થયું. પ્રભુનો પાડ માની ને તેઓ સુઇ ગયા.