ક્ષમા February 28, 2008
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment” ક્ષમા વીરસ્ય ભુષણમ્!”
ક્ષમા એ વીર પુરુષોનુ આભુષણ છે
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે
ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે
અને એ ભુલને ક્ષમા કરવી,
માફી આપવી એ મનુષ્યનો ધર્મ છે
ક્ષમા માંગવાથી અને ક્ષમા આપવાથી
વેરભાવ ઘટે છે અને પ્રેમભાવ વધે છે
અર્થાત તંદુરસ્તી માટેનું એ
એક પ્રબળ પરિબળ બને છે
જે બીજાને માફ કરે છે
તે પોતાને પણ માફ કરે છે
અને ઈશ્વર પણ તેને માફ કરે છે
જે બીજાને માફ કરતો નથી
તેને ઇશ્વર પણ માફ નથી કરતો
ના ભુલશો
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentશીખો ભલે તમે અંગ્રેજી ભાષા
જે વિશ્વતણી ભાષા
પણ ના ભુલશો માતૃભાષા
જો ભુલશો માતૃભાષા તમારી
તો ભુલશો સંસ્કૃતિ તમારી