કોણ કોરો કરે December 8, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , 1 comment so farજન્મ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવું હતું.
પણ ક્યાંથી જઉં?
તન મેલુ છે
મન મેલુ છે
ધન મેલુ છે
કોણ મને કોરો કરે?
જનમ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવુ હતું.
પણ ક્યાંથી જઉં?
હાથ પગ અને હૈયું
ખરડાયેલાં છે
કોણ મને કોરો કરે?
જનમ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવુ હતું.
પણ ક્યાંથી જઉં?
કર્મ એવા કર્યા છે કે
નદીએ નદીએ ના’વું
મંદિરે મંદિરે જાઉં
તોયે કોરો ના થાઉં.
મહાત્મા ગાંધી- નિર્વાણ દિને
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentગાંધી તરો જય થ્શે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થશે
એક દેશે નહીં
એક ખંડે નહીં
નવ ખંડ ધરતીમાં તારો જય થશે
એક દિવસ એવો ઊગશે
કે જગત તારા ગીતડાં ગાશે
તારે પગલે પગલે ચાલશે
અને હિંસા થી થાકેલી આ દુનિયા
અંતે અહિંસાને વરશે
ગાંધી તારો જય થશે
જરૂર તારો જય થશે
એક દિવસ જરૂર તારો જય થાશે
મધુરમ પ્રવર્તે
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentના અહમ અંતરે
ના હળાહળ ઝેર હૈયે
તો સર્વત્ર જગતે મધુરમ પ્રવર્તે
માનવી જો મધુર વદે
મધુર જુએ, મધુર સૂણે
મધુર ભણે, મધુર ભજે
મધુર વર્તે, મધુર હસે
તો સર્વત્ર જગતે મધુરમ પ્રવર્તે
સાગરેથી ચઢ્યું
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment સાગરેથી ચઢ્યું
ને આકાશે ભર્યુઁ
આકાશેથી વરસ્યું
ને ધરતી પર પડ્યું
ધરતી પરથી વહ્યું
ને સાગરે ભળ્યું
સાગરેથી ચઢ્યું
ને સાગરે ભળ્યું