પૃથ્વી દર્શન- ચંદ્ર સપાટીએ થી July 28, 2012
Posted by vijayshah in : કાવ્ય્ , 1 comment so farચંદ્ર સપાટી પરેથી પૃથ્વી લાગે
જંગલોથી, જળથી અને હિમાલયોથી ભરેલી
જાણે તરતી ના હોયે અવકાશી દરિયામાં?
પણ ના કાંઇ એવું
પૃથ્વી સાગરમાં નહી.. સાગરો પૃથ્વી મહીં
(૨)
વૈજ્ઞાનીકો શોધે વરસોથી
જીવ સૃષ્ટિ અવકાશે વસેલા અનેક ગ્રહોમાં
જીવ સૃષ્ટિ તો કેવળ
પૃથ્વી ઉપર જ પ્રકાશે
સબંધો કેવા હોવા જોઇએ? October 27, 2010
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentwww.spokanehumanrelations.com/
સબંધો કેવા હોવા જોઇએ?
જમીન અને ઝાડનાં જેવા અને
ટટાર પણ નરમ ઘાસ જેવા_
પવનનાં તોફાનમાં ઉખડે નહીં અને
પાણીનાં પૂરમાં તણાય નહીં તેવા_
સબંધોનાં પણ ઝાડ હોય છે.
કેટલાક ઉગેછે અને પાંગરે છે,
તો કેટલાક કરમાઈ જાય છે.
કેટલાક સબંધો વડ અને આંબા જેવા હોય છે.
કેટલાક સબંધો બાવળ અને કાંટા જેવા હોય છે.
કેટલાક સબંધો મીઠી મધુરી દ્રાક્ષ જેવા નીવડે છે.
તો કેટલાક સબંધો ખાટી દ્રાક્ષ જેવા નીવડે છે.
સબંધોને પણ વસંત અને પાનખર હોય છે.
સબંધોને પણ ભરતી અને ઓટ હોય છે.
સબંધોને પણ પૂનમ અને અમાસ હોય છે.
સબંધોનો આધાર સ્વાર્થ નહીં પણ ત્યાગ હોય છે.
સબંધો બાંધવા સહેલાં છે.
પણ નિભાવવા અઘરા છે.
પહેલા સબંધો હ્રદયે તોળાતા હતા.
આજે ત્રાજવે તોળાય છે.
મોજાંની જેમ જીવનને ગુંથવું પડે છે
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો
માવલડી ગુજરાતને
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય મથુરાનાં મોહનને
ધન્ય ધન્ય મેવાડની મીરાને
ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીને
જેણે કરી કર્મભૂમી ગુજરાતને
જેણે પાવન કરી ભૂમિ ગુજરાતને.
ધન્ય ધન્ય નરસિંહ મહેતાને
ધન્ય ધન્ય વીર નર્મદને
ધન્ય ધન્ય કવિ પ્રેમાનંદને
ધન્ય ધન્ય કવિ નાનાલાલને
ધન્ય ધન્ય મહાત્મા ગાંધીને
જેણે ધન્ય કરી ભૂમિ ગુજરાતને
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય ભોમકા ગુજરાતને.
અજાણ્યું લાગતું નથી July 29, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , 1 comment so farએક અજાણી યુવતી
એક અજાણ્યા યુવક સાથે
લગ્નનાં ચાર ફેરા ફરે છે
અને માબાપનું ઘર મૂકીને
સગ સબંધીઓ ત્યજીને
એક અજાણ્યા ઘરમાં આવે છે
છતા એ અજાણ્યુ ઘર
તેને અજાણ્યું લાગતું નથી
સર્વત્ર વસંત છતા
Posted by vijayshah in : કાવ્ય્ , 1 comment so farવૃક્ષ ઉપર અવનવાં પાન ઊગ્યાં છે,
જાત જાતનાં ફુલો ખીલ્યાં છેા ,
લીલું લીલું ઘાસ વિસ્તરી રહ્યું છે
અને સર્વત્ર વસંત ફેલાઇ રહી છે.
સવારનો સૂર્ય ટેકરીઓ પાછળથી
દેખા દઈ રહ્યો છે,
અને મંદ મંદ હસી રહ્યો છે,
સાથે સાથે પશુ ,પંખીઓ
અને માનવીનાં મન પણ હસી રહ્યા છે,
છતા માનવીના મનને ક્યાંય શાંતિ નથી.
વાસણ ખાલી રાખજો! July 28, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , add a commentતમારું વાસણ ખાલી રાખજો!
તમારુ વાસણ ખાલી હશે તો
પ્રભુ બીજાંને આપવા
તેમાં કંઇક ભરશે
અને તમે તે બીજાને આપીને
પાછું ખાલી કરશો તો
પ્રભુ તે ફરીથી ભરશે.
પરંતુ મોહ, માયા અને લોભને કારણે
તમે તમારું વાસણ ભરેલું રાખશો તો
પ્રભુ તે વાસણ ક્યાંથી ભરશે?
માનો હાથ May 24, 2009
Posted by dhirushah in : કાવ્ય્ , 2 comments
હું માંદો હતો
ખાટલામાં પડ્યો હતો
અડધો નિદ્રામા હતો
માથે ઓઢેલું હતું
પત્ની ઘરમાં હતી
માં બહારગામ હતી
અચાનક એક હાથ
મારા ઉપર ફરવા લાગ્યો
હું સફાળો જાગી ગયો
અને ઊંઘમાં ને ઊંઘમાં
બોલી ઉઠ્યો “કોણ મા?
ક્યારે આવી?”
પત્ની પાસે ઉભી હતી
તેને આશ્ચર્ય થયું
અને તે બોલી ઉઠી
” તમને કેવી રીતે ખબર પડી,
આ બાનો હાથ છે ?”
મેં કહ્યું ” મા અને પત્ની
એ બંને નાં હાથ સરખા છે
છતા હાથ હાથ મા ફેર છે
જમીન આસમાન જેટલો .
માના હૈયામાં જે પ્રેમ હોય છે
જે મમતા હોય છે
માના ખોળામા જે સુખ હોય છે
જે શાંતિ હોય છે
તે બીજી કોઈ સ્ત્રીમાં હોતાં નથી
“મા તે મા બાકી વગડાના વા ,”
My Parents May 25, 2008
Posted by dhirushah in : કાવ્ય્ , add a commentMy parents have spent
And done lots for me
And what they said
And what they did
They did for me
For my good
How can I repay them?
What can I do for them?
They enjoyed no life
They worry for my life
I had a life
They had no life
I should give them things
which they had left too long
A drive to the beach
A trip to the mall
A tour on Christmas day
A toast on New Year’s day
Adinner for Mother’s day
A feast for father’s day
મારાં માબાપે
મારાં માબાપે મારા માટે
ઘણું કર્યું, ઘણું સહ્યું
તેમણે જે કાંઇ મને કહ્યું,
તેમણે જે કાંઈ કર્યું
તે બધુંજ મારા માટે
મારા ભલા માટેજ કર્યું
તેમણે મારી ચિંતામાં ને ચિંતામાં
જીવન માણ્યું નહિ
અને જીવન અડધું કરી નાખ્યું
હું તેમને માટે શું કરું?
હું તેનો બદલો કેવી રીતે વાળું?
તેમણે જીવનમાં જે જે ના ભોગવ્યું
અને મારે લીધે જે જે તજ્યું
તે બધુ મારે તેમને આપવું જોઈએ
અને તેમને ચિંતા મુક્ત કરી
મારે તેમના જીવન ને ફરીથી
ચેતનવંતુ કરવું જોઈએ
ક્ષમા February 28, 2008
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment” ક્ષમા વીરસ્ય ભુષણમ્!”
ક્ષમા એ વીર પુરુષોનુ આભુષણ છે
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે
ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે
અને એ ભુલને ક્ષમા કરવી,
માફી આપવી એ મનુષ્યનો ધર્મ છે
ક્ષમા માંગવાથી અને ક્ષમા આપવાથી
વેરભાવ ઘટે છે અને પ્રેમભાવ વધે છે
અર્થાત તંદુરસ્તી માટેનું એ
એક પ્રબળ પરિબળ બને છે
જે બીજાને માફ કરે છે
તે પોતાને પણ માફ કરે છે
અને ઈશ્વર પણ તેને માફ કરે છે
જે બીજાને માફ કરતો નથી
તેને ઇશ્વર પણ માફ નથી કરતો