નથી માર્યા તાળા May 26, 2008
Posted by dhirushah in : Uncategorized , trackbackફુલો એ નથી માર્યા તાળા;
તેમની સુગંધ પર,
નદીઓ એ નથી માર્યા તાળા;
તેમના નીર ઉપર,
વૃક્ષોએ નથી માર્યા તાળા;
તેમની છાયા પર,
સૂરજે નથી માર્યા તાળા;
તેનાં કિરણો પર,
ચંદ્રે નથી માર્યા તાળા;
તેની શીતળતા પર,
મેઘે નથી માર્યા તાળા;
તેના વરસવા પર,
પવને નથી માર્યા તાળા;
તેના વહેવા પર,
ધરતી એ નથી માર્યા તાળા;
તેની ઉદારતા પર,
માતાએ નથી માર્યા તાળા;
તેની મમતા પર,
તો પછી આપણે
શા માટે મારવાં તાળાં
આપણી ધન દોલત પર,
આપણા જ્ઞાન પર,
આપણી આવડત પર,
Comments»
no comments yet - be the first?