કોણ કોરો કરે December 8, 2007
Posted by dhirushah in : કાવ્ય્ , trackbackજન્મ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવું હતું.
પણ ક્યાંથી જઉં?
તન મેલુ છે
મન મેલુ છે
ધન મેલુ છે
કોણ મને કોરો કરે?
જનમ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવુ હતું.
પણ ક્યાંથી જઉં?
હાથ પગ અને હૈયું
ખરડાયેલાં છે
કોણ મને કોરો કરે?
જનમ્યો ત્યારે કોરો હતો
કોરા કાગળ જેવો હતો
અને કોરા થઇને જવુ હતું.
પણ ક્યાંથી જઉં?
કર્મ એવા કર્યા છે કે
નદીએ નદીએ ના’વું
મંદિરે મંદિરે જાઉં
તોયે કોરો ના થાઉં.


Powered By
Comments»
no comments yet - be the first?