સબંધો કેવા હોવા જોઇએ? October 27, 2010
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
www.spokanehumanrelations.com/
સબંધો કેવા હોવા જોઇએ?
જમીન અને ઝાડનાં જેવા અને
ટટાર પણ નરમ ઘાસ જેવા_
પવનનાં તોફાનમાં ઉખડે નહીં અને
પાણીનાં પૂરમાં તણાય નહીં તેવા_
સબંધોનાં પણ ઝાડ હોય છે.
કેટલાક ઉગેછે અને પાંગરે છે,
તો કેટલાક કરમાઈ જાય છે.
કેટલાક સબંધો વડ અને આંબા જેવા હોય છે.
કેટલાક સબંધો બાવળ અને કાંટા જેવા હોય છે.
કેટલાક સબંધો મીઠી મધુરી દ્રાક્ષ જેવા નીવડે છે.
તો કેટલાક સબંધો ખાટી દ્રાક્ષ જેવા નીવડે છે.
સબંધોને પણ વસંત અને પાનખર હોય છે.
સબંધોને પણ ભરતી અને ઓટ હોય છે.
સબંધોને પણ પૂનમ અને અમાસ હોય છે.
સબંધોનો આધાર સ્વાર્થ નહીં પણ ત્યાગ હોય છે.
સબંધો બાંધવા સહેલાં છે.
પણ નિભાવવા અઘરા છે.
પહેલા સબંધો હ્રદયે તોળાતા હતા.
આજે ત્રાજવે તોળાય છે.
મોજાંની જેમ જીવનને ગુંથવું પડે છે
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો
માવલડી ગુજરાતને
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય મથુરાનાં મોહનને
ધન્ય ધન્ય મેવાડની મીરાને
ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીને
જેણે કરી કર્મભૂમી ગુજરાતને
જેણે પાવન કરી ભૂમિ ગુજરાતને.
ધન્ય ધન્ય નરસિંહ મહેતાને
ધન્ય ધન્ય વીર નર્મદને
ધન્ય ધન્ય કવિ પ્રેમાનંદને
ધન્ય ધન્ય કવિ નાનાલાલને
ધન્ય ધન્ય મહાત્મા ગાંધીને
જેણે ધન્ય કરી ભૂમિ ગુજરાતને
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય ભોમકા ગુજરાતને.
અજાણ્યું લાગતું નથી July 29, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , add a commentએક અજાણી યુવતી
એક અજાણ્યા યુવક સાથે
લગ્નનાં ચાર ફેરા ફરે છે
અને માબાપનું ઘર મૂકીને
સગ સબંધીઓ ત્યજીને
એક અજાણ્યા ઘરમાં આવે છે
છતા એ અજાણ્યુ ઘર
તેને અજાણ્યું લાગતું નથી
સર્વત્ર વસંત છતા
Posted by vijayshah in : કાવ્ય્ , add a commentવૃક્ષ ઉપર અવનવાં પાન ઊગ્યાં છે,
જાત જાતનાં ફુલો ખીલ્યાં છેા ,
લીલું લીલું ઘાસ વિસ્તરી રહ્યું છે
અને સર્વત્ર વસંત ફેલાઇ રહી છે.
સવારનો સૂર્ય ટેકરીઓ પાછળથી
દેખા દઈ રહ્યો છે,
અને મંદ મંદ હસી રહ્યો છે,
સાથે સાથે પશુ ,પંખીઓ
અને માનવીનાં મન પણ હસી રહ્યા છે,
છતા માનવીના મનને ક્યાંય શાંતિ નથી.
વાસણ ખાલી રાખજો! July 28, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , add a commentતમારું વાસણ ખાલી રાખજો!
તમારુ વાસણ ખાલી હશે તો
પ્રભુ બીજાંને આપવા
તેમાં કંઇક ભરશે
અને તમે તે બીજાને આપીને
પાછું ખાલી કરશો તો
પ્રભુ તે ફરીથી ભરશે.
પરંતુ મોહ, માયા અને લોભને કારણે
તમે તમારું વાસણ ભરેલું રાખશો તો
પ્રભુ તે વાસણ ક્યાંથી ભરશે?
માનો હાથ May 24, 2009
Posted by dhirushah in : કાવ્ય્ , add a comment 
હું માંદો હતો
ખાટલામાં પડ્યો હતો
અડધો નિદ્રામા હતો
માથે ઓઢેલું હતું
પત્ની ઘરમાં હતી
માં બહારગામ હતી
અચાનક એક હાથ
મારા ઉપર ફરવા લાગ્યો
હું સફાળો જાગી ગયો
અને ઊંઘમાં ને ઊંઘમાં
બોલી ઉઠ્યો “કોણ મા?
ક્યારે આવી?”
પત્ની પાસે ઉભી હતી
તેને આશ્ચર્ય થયું
અને તે બોલી ઉઠી
” તમને કેવી રીતે ખબર પડી,
આ બાનો હાથ છે ?”
મેં કહ્યું ” મા અને પત્ની
એ બંને નાં હાથ સરખા છે
છતા હાથ હાથ મા ફેર છે
જમીન આસમાન જેટલો .
માના હૈયામાં જે પ્રેમ હોય છે
જે મમતા હોય છે
માના ખોળામા જે સુખ હોય છે
જે શાંતિ હોય છે
તે બીજી કોઈ સ્ત્રીમાં હોતાં નથી
“મા તે મા બાકી વગડાના વા ,”
ભીડ
Posted by dhirushah in : Uncategorized , add a comment
ભીડ ભીડ ને ભીડ
જ્યાં જુઓ ત્યાં ભીડ
મંદિરે ભીડ
મસ્જીદે બીડ
મેળાએ ભીડ
સ્મશાને ભીડ
ભીડ ભીડ ને ભીડ
જ્યાં જુઓ ત્યાં ભીડ
શાળા એ ભીડ્
કોલેજે ભીડ
દવાખાને ભીડ
રેલ્વે સ્ટેશને ભીડ
ભીડ ક્યાં નથી?
ગરીબને ઘેર
દુઃખીને ઘેર.
એક જૂનું પુરાણું ફાનસ
Posted by dhirushah in : Uncategorized , 1 comment so far
એક જૂનું પુરાણું ફાનસ
હું એક જૂનું પુરાણુ ફાનસ છું
અને એક ખુણામા પડી રહું છું
વીજળી ચાલી જાય છે ત્યારે
જતનથી બહાર કાઢવામા આવે છે
અને વીજળી પાછી આવે છે કે
તરત મને બુઝાવી દઈને
પછુ ખૂણામાં મુકવામાં આવે છે.
જૂનું ફાનસ, જૂનું માણસ બેઉં સરખાં
નથી માર્યા તાળા May 26, 2008
Posted by dhirushah in : Uncategorized , add a commentફુલો એ નથી માર્યા તાળા;
તેમની સુગંધ પર,
નદીઓ એ નથી માર્યા તાળા;
તેમના નીર ઉપર,
વૃક્ષોએ નથી માર્યા તાળા;
તેમની છાયા પર,
સૂરજે નથી માર્યા તાળા;
તેનાં કિરણો પર,
ચંદ્રે નથી માર્યા તાળા;
તેની શીતળતા પર,
મેઘે નથી માર્યા તાળા;
તેના વરસવા પર,
પવને નથી માર્યા તાળા;
તેના વહેવા પર,
ધરતી એ નથી માર્યા તાળા;
તેની ઉદારતા પર,
માતાએ નથી માર્યા તાળા;
તેની મમતા પર,
તો પછી આપણે
શા માટે મારવાં તાળાં
આપણી ધન દોલત પર,
આપણા જ્ઞાન પર,
આપણી આવડત પર,