સર્વત્ર વસંત છતા July 29, 2010
Posted by vijayshah in : કાવ્ય્ , trackbackવૃક્ષ ઉપર અવનવાં પાન ઊગ્યાં છે,
જાત જાતનાં ફુલો ખીલ્યાં છેા ,
લીલું લીલું ઘાસ વિસ્તરી રહ્યું છે
અને સર્વત્ર વસંત ફેલાઇ રહી છે.
સવારનો સૂર્ય ટેકરીઓ પાછળથી
દેખા દઈ રહ્યો છે,
અને મંદ મંદ હસી રહ્યો છે,
સાથે સાથે પશુ ,પંખીઓ
અને માનવીનાં મન પણ હસી રહ્યા છે,
છતા માનવીના મનને ક્યાંય શાંતિ નથી.
Comments»
સર્વત્ર વસંત છે, છ્તાં માનવીના મનને ક્યાંય શાંન્તિ નથી.
તદન સાચી વાત છે.
ખુબજ સુન્દર રચના.